‘હીરા મંદિર’ એટલે શું ? ‘હીરા શ્રમિકો’ નું નામ ‘રત્ન કલાકાર’ ક્યારથી પડ્યું?

Swadhyay Pariwar
2 min readJun 10, 2021

What is a ‘Hira Mandir’? When did the name ‘Diamond Workers’ become ‘Ratna Kalakar’?

#kutuhalam #hiramandir #હીરામંદિર #हीरामंदिर #dimondtemple #રત્નકલાકાર #swadhyayparivar
#kutuhalam #hiramandir #હીરામંદિર #हीरामंदिर #dimondtemple #રત્નકલાકાર #swadhyayparivar

#kutuhalam

‘હીરાશ્રમિકો’ નું નામ ‘રત્ન કલાકાર’ ક્યારથી પડ્યું?

સુરતમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ ૩૨ વર્ષ પહેલાં ‘હીરાશ્રમિકો’ ને ‘રત્નકલાકાર’ તરીકે ગૌરવ આપ્યું હતું.

૯ જૂન ૧૯૮૯ ના દિવસે વનિતા વિશ્રામ મેદાનમાં 3 લાખ હીરા શ્રમિકોનું સંમેલન યોજાયું હતું.

દાદાએ રત્નકલાકાર નામઆપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું,

રત્નકલાકાર નામ મળતા જ રત્નકલાકારોની વેશ્વિક ઓળખ બદલાઇ ગઇ…

સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રમુખપદે ૯ મી જૂન ૧૯૮૯ ના દિવસે અઠવાગેટ વનિતા વિશ્રામ મેદાન ખાતે ૩ લાખ રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું તે વખતે પાંડુરંગ શાસ્ત્રીએ ‘હીરાઘસુ’ તરીકે ઓળખાતા હીરા શ્રમિકોનું ‘રત્નકલાકાર’ નામકરણ કર્યું હતું.

🔲 સમીક્ષા:

➦ હીરાના કારીગરો ને રત્નક્લાકારનું નામ આપી પાંડુરંગ દાદાએ ખૂબ મોટું કાંતિકારી કામ કર્યું છે. તેનાથી પૂરેપૂરી ઈમેજ(#image) બદલાઈ ગઈ.

➦ કોઈપણ સમાજનું નામ કે તેની વિચારધારા બદલવી સામાન્ય વાત નથી, જેનામાં તપોબળ હોય તે જ કરી શકે, દાદાએ આપેલો રત્નકલાકાર શબ્દ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે.

➦ સ્વાધ્યાયનું કાર્ય અદભુત છે, જે સમયે હીંચ શ્રમિકોને અપમાનજનક શબ્દોથી સંબોધિત કરાતા તે સમયે રત્નકલાકાર નામકરણ કરાયું તે ગૌરવની બાબત છે.

➦ રત્ન કલાકાર નામકરલની સાથે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે(દાદાજી) એ હીરાશ્રમિકોમાં આધ્યાતમિકતાના ગુણો નું સિંચન કરી સામાજિક જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે, તેથી જ તેમના દરેક કાર્યક્રમમાં શિસ્ત જોવા મળે છે.

➦ એક સમય હતો કે હીરા શ્રમિકોને હીરાઘસુ અથવા ઘસ્યા તરીકે સંબોધન કરાતું .રત્ન કલાકાર નામ મળતા ઓળખ બદલાઈ, આજે વૈશ્વિકસ્તરે રત્નકલાકારોની જુદી છાપ છે.

Thank you Dadaji…Jay Yogeshwar🙏

👉 🔅 હીરામંદિર વિશે વધુ માહિતી: http://bit.ly/hiramandir

#hiramandir #ratnakalakar #હીરામંદિર #રત્નકલાકાર

Originally published at https://www.swadhyay.online.

--

--

Swadhyay Pariwar

Swadhyay is one of the best thing happened to human life. For More Detail Visit at https://www.swadhyay.online