Utsav Darshan|Guru Purnima|Pandurang Shastri Athavale | Swadhyay Parivar
#utsavdarshan #gurupurnima #2021 #swadhyayparivar
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોક અર્થ સાથે.
આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોકને અર્થની સાથે શીખતા પહેલા, આપણા માટે ગુરુ વિશે સમજવું અગત્યનું છે. કોઈપણ શિક્ષક અથવા માર્ગદર્શક ને સંસ્કૃતમાં ગુરુ શબ્દ થી સંબોધવામાં આવે છે. ગુરુ બે શબ્દો પરથી બને છે,
“ગુ” જેનો અર્થ અંધકાર અને “રુ” એટલે પ્રકાશ.
ગુ અને રૂ ભેગા થઈને “ગુરુ” બને છે જેનો અર્થ તે છે કે "ઊંડા અંધારે થી પરમ તેજે તું લઈ જા" જે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે તે ગુરુ. ગુરુ તે છે જેની પાસે કોઈ વિષય પર અપાર જ્ઞાન હોય જે તે તેના શિષ્યોને માર્ગદર્શન આપવા માટે ઉપયોગ બને છે. શિક્ષકો અથવા ગુરુઓ એ સમાજના નિર્માણ માટે મહત્વનો ભાગ ભજવે છે, તેઓ લોકોને શિક્ષિત કરે છે અને ખરા અર્થમાં માનવ બનવામાં મદદ કરે છે.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોક એ શિક્ષક અથવા ગુરુને પ્રાર્થના છે જે આપણને શિક્ષણ અને સુખાકારીના માર્ગમાં આવતી બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોક ગુરુની મહાનતાને સમજાવે છે અને ભારતમાં વિદ્યાર્થીઓ દ્વારા તેનું દરરોજ પઠન કરવામાં આવે છે.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોક બહુવિધ ભાષાઓમાં:
સંસ્કૃત:
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
કન્નડ:
ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ದೇವೋ ಮಹೇಶ್ವರ |
ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ||
ઈંગ્લીશ:
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara |
Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha ||
તમિલ:
குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர |
குரு சாஷாத் பரப்பிரம்மா தஸ்மை ஸ்ரீகுருவே நமஹ ||
તેલુગુ:
గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ |
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્ર્લોક અર્થ:
હે મારા ગુરુ...
જે બ્રહ્મા (સર્જક) છે,
જે વિષ્ણુ (રક્ષક) છે,
જે મહેશ એટલે કે (વિનાશક) છે,
ગુરુ તમે પરબ્રહ્મ (પરમ ભગવાન અથવા સંપૂર્ણ સત્ય) છો.
શ્રી ગુરુને મારા વંદન અને આરાધના🙏
#gurupurnima #2021 #swadhyayparivar